અંજાર: પોલીસે પોલીસ સ્ટેશન ખાતે લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન રીકવર કરી મુળ માલીકને પરત સોંપ્યા
Anjar, Kutch | Apr 9, 2026 પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર અને પી.આઈ. એચ.એ જાડેજાના માર્ગદર્શન હેઠળ, પોલીસે ટેકનોલોજીની મદદથી શોધેલા 20 મોબાઈલ ફોન (કિંમત 5 લાખ)રીકવર કરી અંજાર પોલીસ સ્ટેશન ખાતે ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમનુ આયોજન કરી મુળ માલીક / અરજદારને મોબાઇલ ફોન પીઆઇ એચ.એ જાડેજાના હસ્તે ભાવુક થયેલા અરજદારોને પરત કરવામાં આવ્યા હતા.આ સફળ કામગીરી અંજાર પીઆઈ એચ.એ જાડેજા, પીએસઆઈ એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.