અંજાર: ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : અંજર પોલીસે એક આરોપીને ઝડપી પાડી, એકને વોન્ટેડ જાહેર કર્યો
Anjar, Kutch | Jun 28, 2026 અંજાર પીઆઈ એચ.એ.જાડેજાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે મળેલી બાતમીના આધારે અંજારના વિજયનગર વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ કાર્યવાહીમાં ધનરાજ સામરાભાઈ ગઢવીને ઝડપી પાડવામાં આવ્યો હતો,જ્યારે પાર્થરાજસિંહ સોઢાને પકડવાનો બાકી હોવાનું જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.પોલીસે આરોપી પાસેથી કુલ 190 નંગ વિદેશી દારૂ, અંદાજિત રૂ. 92,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.