શિનોર: ટીમ્બરવા ગામે કૂવાની ઓરડીમાં આવી ચડેલા ઇન્ડીયન સ્પેક્તીકલ કોબ્રા સાપનું સફળતા પૂર્વક રેસ્ક્યું કરવામાં આવ્યું.
ટીમ્બરવા ગામે રહેતા ખેડૂત અલ્પેશભાઈ પટેલના ખેતરમાં કૂવાની ઓરડી આવેલી છે.આ ઓરડીમા આજે રાત્રે 8 કલાકે એક સ્પેક્તીકલ કોબ્રા સાપ આવી ચડતાં શ્રમિક મજૂરો ભયભીત થઈ ગયા હતા.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક ટીમ્બરવા ગામે પહોંચી અલ્પેશભાઈ પટેલ ના કુવા ની ઓરડીમાં આવી ચડેલા ઇન્ડીયન સ્પેક્તીકલ કોબ્રા સાપને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી છે.