શિનોર: અવાખલ ગામે રહેણાંક મકાનમાં દોઢ ફૂટ લાંબી પાટલા ઘો આવી ચડતાં અફરાતફરી મચી જવા પામી હતી.
અવાખલ ગામે રહેતા અશ્વિનભાઈ ચૌહાણ ના રહેણાંક મકાનમાં આવેલ એક લોખંડ ની પાઇપમાં આજે સાંજે 6 વાગે આશરે દોઢ ફૂટ લાંબી એક પાટલા ઘો આવી ચડતાં તેઓના પરિવારજનોમાં અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક અવાખલ ગામે પહોંચી લોખંડ ની પાઇપમાં ઘૂસી ગયેલ પાટલા ઘો ને રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હતી.