અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં સોનલ ચાર રસ્તા નજીક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે 934 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગાંજાનું વેચાણ કરવા માટે વિસ્તારમાં ફરી રહ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની સામે એનડિપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
#amdavad #vejalpur #news #currentaffaris