અંજાર: તમાકુના દૂષણો અંગે જાગૃતિ ફેલાય તે હેતુસર જાગૃતિ કાર્યક્રમો યોજાયા, તમાકુ વેચનારાઓ પાસેથી દંડ વસૂલાયો
Anjar, Kutch | Jun 5, 2026 અંજાર તાલુકા હેલ્થ ઓફિસ અને અંજાર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અનુસાર અંજાર તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાઓની આસપાસ તમાકુનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી કુલ ₹5,900નો દંડ વસૂલવામાં આવ્યો હતો.