અમદાવાદમાં નકલી નંબર પ્લેટ લગાવી ક્રેટા કારમાં દારૂની હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. વૈષ્ણોદેવી બ્રિજ પાસે નિરમા યુનિવર્સિટીની સામેના રોડ પર સોલા પોલીસે બાતમીના આધારે ક્રેટા કારને ઝડપી પાડી હતી.
કારની તપાસ દરમિયાન ₹4.52 લાખની કિંમતની દારૂની બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કાર અને મોબાઇલ સહિત કુલ ₹10.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
(Amdavad Crime News, Vaishnodevi Bridge, Nirma University, SG Highway, Sola High Court Police, Liquor Smuggling, Fake Number Plate, Creta Car, Police Investigation, Gujarat News)
#AmdavadNews #GujaratPolice #CrimeNews #LiquorSeizure #VaishnodeviBridge