આપણી ઓફિસમાં દિવાળીએ મીઠાઈનું બોક્સ ખૂલે…ને દિલ્હીની એક કંપનીમાં સીધું iPhone 16નું બોક્સ ખૂલ્યું. દિલ્હીના રોહિણીની એક કંપનીએ કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં iPhone 16 આપ્યાનો વીડિયો શેર કર્યો છે. કેપ્શન પણ એવું કે સીધું દિલ પર વાગે. “No competition… આપકો ક્યા મિલા?” વીડિયોમાં કર્મચારીઓના ડેસ્ક પર રંગબેરંગી iPhoneનાં બોક્સ દેખાય છે… અને અહીં આપણે સોનપાપડીનું બોક્સ જોઈને કહીએ છીએ—“આ વખતે ડ્રાયફ્રૂટ હશે!” કોમેન્ટમાં કોઈ કહે—“તમારી કંપનીમાં જગ્યા ખાલી છે?” તો કોઈને શંકા છે “પહેલાં બોક્સ ખોલીને બતાવો!” હવે ભેટમાં ખરેખર ફોન મળ્યા કે બોક્સનું જ પ્રદર્શન હતું, એ સવાલ તો લોકો પૂછી રહ્યા છે… પણ વીડિયો જોઈને કેટલાય કર્મચારીઓએ પોતાનું દિવાળી ગિફ્ટ ફરી ચેક કરી હશે......................... તમને ઓફિસમાંથી શું મળ્યું? કોમેન્ટ કરો… જરા સાચવીને HR પણ વાંચતા હશે!
#DiwaliGift #iPhone16 #EmployeeGifts #ViralVideo #DelhiNews