ગાંધીધામ: પરશુરામ જયંતિએ ભક્તિનો મહામાહોલ; લીલાશાહનગરથી પ્રસ્થાન થયેલ ભવ્ય શોભાયાત્રા સાથે શહેર બન્યું ધર્મમય
ગાંધીધામ શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.આ પ્રસંગે શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા સવારના અરસામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા લીલાશાનગર નારાણેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ આદિપુર પંચમુખી હનુમાન મંદિરે પૂર્ણ થશે આ સાથે દિવસ દરમિયાન મહાઆરતી અને વિશેષ પૂજન-અર્ચનના કાર્યક્રમો યોજાશે. શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળનારી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા છે.