અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલને લઈને વાલીઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે. વાલીઓનો આરોપ છે કે સ્કૂલમાં સવારની પ્રાર્થના અને રાષ્ટ્રગીત નથી થતાં. સાથે જ કેન્ટીનના જમવામાં કાચનો ટુકડો મળ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ‘I Am Malala’ પુસ્તક ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ફરજિયાત વાંચવા માટે આપવામાં આવતું હોવાનો વાલીઓનો આરોપ છે. વિવાદ બાદ સ્કૂલે કેન્ટીન ઇન્ચાર્જને હટાવી નવી કેન્ટીન વ્યવસ્થા કરી છે અને નવા પ્રિન્સિપાલની પણ નિમણૂક કરવામાં આવી છે.
હવે વાલીઓ સ્કૂલની વ્યવસ્થા અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓને લઈને જવાબ માગી રહ્યા છે.
(Anand Niketan School, Shilaj, School Parents, School Management, Ahmedabad )
#AnandNiketanSchool #Shilaj #Ahmedabad #SchoolNews #GujaratNews