અંજાર: પોલીસે વરસામેડી વિસ્તારમાંથી પ્રોહિબિશનના ગુનામાં રૂ. 11.57 લાખનો વિદેશી દારૂ અને સ્કોર્પિયો કાર કબજે કરી,આરોપી ફરાર
Anjar, Kutch | Jun 27, 2026 અંજાર પોલીસે સમળેલી ચોક્કસ બાતમીના આધારે વરસામેડી શાંતિધામથી ગળપાદર નજીક શંકાસ્પદ સ્કોર્પિયો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તથા સ્કોર્પિયો કાર સહિત કુલ રૂ. 11,57,159નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં રાહુલ વિનોદ ચૌહાણ સામે પ્રોહિનો ગુનો નોંધી તેને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે, જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ અને વધુ તપાસ અંજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.