શહેરા: વરસાદ ખેંચાતા ડાંગરના ધરુંની વાવણી માટે પાનમ ડેમમાંથી પાનમ મુખ્ય કેનાલમાં તબક્કાવાર ૪૫૦ ક્યુસેક પાણી છોડાયું હતું
પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા ડાંગરના ધરુંની વાવણી માટે પાણીની જરૂરિયાત ઉભી થતાં ખેડૂતોએ પાનમ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી હતી,જેથી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને પાનમ સિંચાઈ વિભાગ દ્વારા પાનમ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડાંગરના ધરુંની વાવણી માટે તા.૦૧ જુલાઈથી ૫૦ ક્યુસેકથી શરૂ કરીને પાનમ ડેમમાંથી પાનમ મુખ્ય કેનાલમાં તબક્કાવાર ૪૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.