ગાંધીધામ: ડીપીએ કંડલા ખાતે દેશનું પ્રથમ ઈ-મીથેનોલ બંકરીંગ સફળ રહ્યું
દેશના સમુદ્રી વ્યાપારમાં ડીકાર્બનાઈઝેશનની દિશામાં દિનદયાલ પોર્ટ કંડલાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડીપીએ ખાતે દેશમાં પ્રથમ વખત 'ઈ-મીથેનોલ' બંકરીંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આસામ પેટ્રોકેમીકલ સાથેના કરાર બાદ, જહાજમાં મીથેનોલ લોડિંગ અને પાઈપલાઈન વહનની ક્ષમતાનું નિરીક્ષણ કરાયું હતું. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ અને યુરોપિયન સંસ્થા ડીએનવીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.