પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાશે અને ખેડૂતોનો ખર્ચ ઘટશે: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે તાલીમ વર્ગ યોજાયો
*ધાનપુર તાલુકાના ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત અને વાપસા પદ્ધતિનું અપાયું સઘન માર્ગદર્શન*
દાહોદ,
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે ધાનપુર તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક એક દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રાસાયણિક મુક્ત, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અને તેનાથી થતા આર્થિક તથા પર્યાવરણીય ફાયદાઓ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના અતિશય અને બેફામ ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉપજ ક્ષમતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ સામે પ્રાકૃતિક ખેતી એક ઉત્તમ અને ટકાઉ વિકલ્પ છે. ગાય આધારિત ખેતી પદ્ધતિ અપ�
Dohad, Dahod | Sep 11, 2026