ભચાઉ: ધનરાજ હોટલ નજીક લાકડા ભરેલ ટ્રક પલટી
Bhachau, Kutch | May 4, 2026 સામખિયાળી નેશનલ હાઇવે પર વોંધ ગામ પાસે ધનરાજ હોટલ નજીક કંડલાથી લાકડા ભરેલ નીકળેલ ટ્રક ચાલકે ઓવર સ્પીડના કારણે કાબુ ગુમાવતા લાકડા ભરેલ ટ્રક પલટી મારી હતી. લાકડા ભરેલ ટ્રક નેશનલ હાઇવે પર પલટી મારતા કલાકો સુધી ટ્રાફિક જામ થઈ હતી. જે બાદ ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમ અને ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક પર નિયંત્રણ મેળવ્યું હતું.