ભચાઉ: શાંતિનગર પ્લોટ વિસ્તારમાંથી સામખિયાળી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | May 26, 2026 સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઇ જે એમ ઝાલાની સૂચનાથી સામખિયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સામખિયાળી પોલીસની ટીમને વિદેશી દારૂની બાતમી મળી હતી. જે બાદ સામખિયાળી પોલીસે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં એક ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન નવિન જસા કોળીની ધરપકડ કરવામાં આવી હતી.