ગાંધીધામ: મનપા કમિશનર બી.ડી. ડાવેરાની ફિલ્ડ મુલાકાત :કર્મજ્યોત સર્કલ અને 9-બી વિસ્તારમાં સફાઈ અને વિકાસ કાર્યોનું નિરીક્ષણ
ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બી.ડી. ડાવેરા દ્વારા કર્મજ્યોત સર્કલ તથા 9-બી વિસ્તારની ફિલ્ડ મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન તેમણે સફાઈ વ્યવસ્થા, માર્ગોની સ્થિતિ તેમજ ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. સંબંધિત અધિકારીઓને નાગરિક માટે સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા, સફાઈ વ્યવસ્થા જાળવવા તથા જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.