ખંભાત: જલસણની 24 પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ
ખંભાત તાલુકાના જલસણ ગામની રહેવાસી 24 વર્ષીય પરિણીતા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ છે.જલસણના છેલ્લા ફળિયામાં રહેતી 24 વર્ષીય નીતાબેન હર્ષદભાઈ વાલ્મિક ગત 2જી જૂનના રોજ તેમના ઘરેથી નીકળી ગયા હતા.તેમના પતિ અને પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી.જે બાદ પતિ હર્ષદભાઈ વાલ્મિકે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે ખંભાત પોલીસે જાણવાજોગ નોંધીને તપાસ હાથ ધરી છે.