ગાંધીધામ: મહાનગરપાલિકાના નવા કમિશનરે ચાર્જ સંભાળ્યો
ગાંધીધામ મનપાના નવનિયુક્ત કમિશનર બી.ડી.દવેરાએ આજે સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.સરકાર દ્વારા ગાંધીધામ મનપાના કમિશનર તરીકે તેમની બદલીનો આદેશ કરાયા બાદ આજે તેઓ ગાંધીધામ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. કમિશનર બી.ડી. દવેરાએ સત્તાવાર ચાર્જ સંભાળતાની સાથે જ કચેરીના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ,મેહુલભાઈ દેસાઈ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.