નખત્રાણા: નખત્રાણાના તળાવો નર્મદાના પાણીથી ભરવા અંગે સચિવાલયમાં બેઠક
નખત્રાણાના તળાવો નર્મદાના પાણીથી ભરવા અંગે સચિવાલયમાં બેઠક ગાંધીનગર સચિવાલય ખાતે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો સાથે ધારાસભ્ય પીએમ જાડેજાની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં નખત્રાણા તાલુકાના નર્મદા સિંચાઈથી વંચિત વિસ્તારોના તળાવો ભરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ આયોજનથી ખેડૂતોને સિંચાઈની સુવિધા મળશે.