ખંભાત: વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયત ખાતે 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવી
Khambhat, Anand | May 14, 2026 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાજ્યમાં ચાલતી વિવિધ પેન્શન યોજનાઓના લાભાર્થીઓ માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) મેળવતા તમામ લાભાર્થીઓએ વર્ષ 2025-26માટે પોતાની હયાતીની ખરાઈ (વેરિફિકેશન) કરાવવી પડશે.હયાતીની ખરાઈ કરાવવાની અંતિમ તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે.