ગુજરાતમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી પલ્સ પોલિયો અભિયાનના 28મા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 0થી 5 વર્ષના અંદાજે 82 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.
ગુજરાતમાં વર્ષ 2007 બાદ પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યને પોલિયોમુક્ત જાળવી રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર રસીકરણ સહિત વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ બાળક રસીથી વંચિત ન રહે.
#pulsepolio #poliofreegujarat #gujarat
@bhupendrapbjp @prafulpansheriyabjp