એક દરમાંથી બચાવાયો આખો સાપ પરિવાર!
નવસારીમાં એક નાના રેડ સેન્ડ બોઆના બચ્ચાની જાણ થતાં શરૂ થયેલું રેસ્ક્યૂ અભિયાન આશ્ચર્યજનક વળાંક પર પહોંચ્યું. તપાસ દરમિયાન એક પુખ્ત સાપની જોડી અને 20 નવજાત બચ્ચાં સહિત કુલ 22 સાપોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો.
વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ, નવસારી ટીમની ઝડપી કામગીરીથી સમગ્ર સાપ પરિવારને સુરક્ષિત રીતે તેમના કુદરતી વસવાટમાં પરત છોડવામાં આવ્યો.
⚠️ જો સાપ અથવા અન્ય જંગલી પ્રાણી દેખાય તો ગભરાશો નહીં કે તેને પકડવાનો પ્રયાસ કરશો નહીં. તરત જ વન વિભાગ અથવા અધિકૃત રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરો.
#wildliferescue #snakerescu #navsarians #forestdepartment