સુરતના પાંડેસરા વિસ્તારમાં દેશી દારૂની પોટલીના વેચાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. પાંડેસરાના ગુલશન નગર વિસ્તારમાં દેશી દારૂની પોટલી વેચાતી હોવાનો જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને કથિત પોટલી વેચનાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર છે. વાયરલ વીડિયાની તપાસ બાદ પોલીસ તંત્રનું આગામી પગલું શું રહેશે તે જોવું રહ્યું.
Udhna, Surat | Aug 21, 2026