અંજાર: મેઘપર બોરીચીના બુટલેગરની એલસીબી પોલીસે પાસા તળે અટકાયત કરી સુરત લાજપોર જેલભેગો કર્યો
Anjar, Kutch | Apr 18, 2026 અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતા અને વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા આનંદ શિવજીભાઈ સંઘાર વિરુદ્ધ અંજાર, ભચાઉ અને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2025 દરમિયાન કુલ 6 પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા.આ ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા એલસીબીએ પાસાની દરખાસ્ત મૂકી હતી, જેને કચ્છ કલેક્ટર આનંદ પટેલે મંજૂર કરી હતી.એલસીબી પીઆઈ જે.એ વાળા અને પીએસઆઈ ડી.જી પટેલની ટીમે વોરંટ બજવણી કરી આરોપીને સુરત લાજપોર જેલભેગો કર્યો છે.