ભાવનગર: LCB ટીમે વરતેજ-કરદેજ રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વરતેજ કરદેજ રોડ પર આવેલી ફાટક પાસે એક શંકાસ્પદ રીતે કાર લઈને નીકળવાનો હોય જે અંગે પોલીસે કારની તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે એક શખ્સને ઝડપી લઇ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.