ખંભાત: જીણજ ગામના મહાદેવ મંદિરમાં રહેતી 19 વર્ષીય યુવતી લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
Khambhat, Anand | May 13, 2026 ખંભાત તાલુકાના જીણજ ગામના મહાદેવ મંદિરમાં રહેતી 19 વર્ષીય મુક્તિબેન સંજયગીરી ગોસ્વામી કોઈને પણ કાંઈપણ કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. અને તેણી કોઈ કારણોસર ક્યાંક લાપતા થઇ જવા પામી હતી.જેથી પરિવારજનોએ આસપાસ તેમજ સગાવ્હાલાઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ યુવતીનો કોઈ અતો પતો લાગ્યો ન હતો.આખરે પરિવારજનોએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પરિવારની ફરિયાદના આધારે જાણવાજોગનો નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.