અંજાર: પોલીસ દ્વારા ગેરકાયદેસર. વીજ કનેક્શન ધરાવતા અસામાજિક તત્વ સામે કાર્યવાહી
Anjar, Kutch | May 19, 2026 અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શનનો ઉપયોગ કરતા અને મિલકત સંબંધિત તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સામે અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી રફીક અલીશા સૈયદના અંજાર વાળા મકાનમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન હોવાનું સામે આવતા અંજાર પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલ અંજારની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરી વીજ કનેક્શન કાપી લેવામાં આવ્યું હતું અને ૧,૨૫,૦૦૦/- જી.ઈ.બી મારફતે આરોપીને દંડ ફટકાર્યો હતો.