પાલીતાણા: કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાયા
આજે તારીખ 10 એપ્રિલના રોજ પાલિતાણા તાલુકાની ચાર જિલ્લા પંચાયત બેઠકો—નાની રાજસ્થળી, મોટી રાજસ્થળી, મોખડકા અને ભંડારિયા—તેમજ 20 તાલુકા પંચાયત બેઠકો માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ આજે વિધિવત રીતે ફોર્મ ભર્યા હતા. જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.