ગાંધીધામ: આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી દ્વારા પ્રોહિબિશનના ગુનામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવાયો
એલસીબી પીઆઇ જે.એમ.વાળાની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ આદીપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે રેઈડ કરતા કિશન શામજી ધૈડા વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવતા વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો, બિયર ટીન, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૬૫,૫૧૨/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.