ગાંધીધામ: ટ્રાન્સપોર્ટ નગરમાં ભંગારના વાડામાં આગથી અફરાતફરી, ટાયરના બ્લાસ્ટથી સમગ્ર વિસ્તાર ધ્રૂજ્યો
ગાંધીધામના નાઈન સી વિસ્તાર સ્થિત ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા ભંગારના વાડામાં ગત રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ દરમિયાન ટ્રકોના ટાયરોમાં એક પછી એક બ્લાસ્ટ થતા ધડાકાના અવાજો દૂર સુધી સંભળાયા હતા.આગની ઝપેટમાં અંદાજે 8થી 10 ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકા, ડીપીટી, ટિમ્બર તથા વેલસ્પનના ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.