ગાંધીધામ: આદિપુર પોલીસે લૂંટના આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું
આદિપુર પોલીસ દ્વારા લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપી કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઈલ ચાવડાની કાયદેસરની તપાસ બાદ ગતરોજ તેને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આદિપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 0263/2026 હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીને જ્યાં-તેણે ગુનો કર્યો હતો સ્થળે લઈ જઈ લૂંટની સમગ્ર ઘટનાક્રમની પુનરાવર્તન કરાવવામાં આવી હતી. પોલીસે આરોપીએ ગુનો કેવી રીતે આચર્યો તેની વિગતવાર સમજ મેળવી પંચનામું તૈયાર કર્યું હતું.