ગાંધીધામ: કાર્ગો વિસ્તારમાંથી બી-ડિવિઝન પોલીસે ઓનલાઇન સટ્ટો રમતા બે ઇસમોને ઝડપ્યા
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્ગો પી.એસ.એલ. ગલી નં. ૩ અને ઝુંપડા વિસ્તારમાં દરોડા પાડીને લાઈવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે ઇસમો ને પકડી પાડયા છે. પકડાયેલા આરોપીઓ નવીન મિથિલેષ પાસવાન અને ધિરજકુમાર ગોપાલ ચૌધરી PSL 2026ની મેચ પર રન ફેર અને હાર-જીતના સોદા કરતા હતા. પોલીસે આ સ્થળેથી 10,000ની કિંમતના બે મોબાઈલ અને 3500ની રોકડ રકમ સહિત કુલ 13,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.