ગાંધીધામ: જિલ્લા તથા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વિંગ્સ ગ્રુપના સહયોગથી રાહદારીઓ માટે ઠંડી છાસનું વિતરણ
હાલ વધતી ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ જિલ્લા તથા ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા માનવતાભર્યો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. વિંગ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગાંધીધામના વ્યસ્ત એવા ટાગોર રોડ પર આવેલ રોટરી સર્કલ ખાતે રોડ પર અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવા પ્રવૃત્તિનો મુખ્ય હેતુ ગરમીના પ્રકોપથી રાહદારીઓને રાહત પહોંચાડવાનો હતો.