મોરવા હડફ: ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય,મોરવા હડફ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધશે,ધારાસભ્ય નિમિષાબેન સુથારે સ્થળ નિરીક્ષણ કર્યું
મોરવા હડફ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસલક્ષી યોજનાઓને ગતિ આપવામાં આવી રહી છે. આ જ કડીમાં, કોલિયારી ડેમની કેનાલમાં હડફ ડેમનું પાણી પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજનાનું સ્થળ નિરીક્ષણ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું