અંજાર: પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ અને અંજાર પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવાની જાગૃતિ માટે અંજારમાં નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ
Anjar, Kutch | May 31, 2026 રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડી.જી. સાહેબ)ના માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર રાજ્યમાં હેલ્મેટ પહેરવા અંગે વિશેષ જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ અને અંજાર પોલીસ દ્વારા બી.એમ. કેર ફાઉન્ડેશનના સહયોગથી અંજાર ખાતે આશાબા વે-બ્રિજ નજીક નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.