અંજાર: ભીમાસર (ચ.)જિલ્લા પંચાયતમા ભાજપના મહીલા ઉમેદવારની જીત
Anjar, Kutch | Apr 28, 2026 કચ્છમાં જિલ્લા પંચાયતમાં આ વખતે પ્રમુખપદનું રોટેશન જે સમુદાયને ફાળે ગયું છે તેની બેઠક અંજાર તાલુકાના ભીમાસર ચકાસર એકમાત્ર જ હોવાથી આજ રોજ જાહેર થયેલા પરીણામોમાં આ બેઠક પર સૌના મીટ મંડાયેલા હતા. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંતર્ગત ભીમાસર ચકાસર જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભાબેન મેરામણભાઈ હુણને ૨૫૦૦થી વધુ મત સાથે ભવ્ય વિજયી થવા પામ્યો છે.