ગાંધીધામ: Om સીનેપ્લેક્સ ખાતે પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ માટે ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ના નિઃશુલ્ક વિશેષ શોનું આયોજન
ગાંધીધામ ખાતે નર્સોના જીવન, સંઘર્ષ અને સમર્પણ પર આધારિત ફિલ્મ *‘ભારત ભાગ્ય વિધાતા’*ના રિલીઝ નિમિત્તે પેરામેડિકલ તથા નર્સિંગ સ્ટાફ માટે ઓમ સિનેપ્લેક્સ ખાતે નિઃશુલ્ક વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ, આદિપુર, અંજાર અને ભુજની વિવિધ હોસ્પિટલોમાં કાર્યરત નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફના અમૂલ્ય યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્યથી આ અનોખી પહેલ કરવામાં આવી હતી.