મોરવા હડફ: જિલ્લા LCB પોલીસે માતરિયા પટેલ ફળિયા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી મહિલા સામે નોંધ્યો ગુનો
જિલ્લા LCB પોલીસની ટીમ આજે શનિવારના રોજ મોરવા હડફના માતરિયા પટેલ ફળિયા ખાતે રહેતી ધર્મિષ્ઠાબેન બારિયા તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બિયરના ટીન નંગ 30 જેની કિંમત 3570 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન ધર્મિષ્ઠાબેન ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે