ગાંધીધામ: ગળપાદર રેલવે ફાટક આજે રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે,રેલવે તંત્ર દ્વારા સહકાર આપવા અપીલ કરવામાં આવી
ગાંધીધામના ગળપાદર વિસ્તારમાં આવેલ એલસીએન નં. 3-સી (ગળપાદર રેલવે ફાટક) રેલવેની મરામત કામગીરીને કારણે આજે તા. 08/07/2026ના રોજ રાત્રે 9:30 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.રેલવે તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તેમજ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.