ગાંધીધામ: પૂર્વ કચ્છ એલસીબીની કાર્યવાહી : પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ અટકાયત
એલસીબી પીઆઈ જે. એમ. વાળાની રજૂઆતના આધારે પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી બકાભાઈ ઉર્ફે બકુલ શક્તાભાઈ ભરવાડ સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દરખાસ્તના આધારે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા પાસા વોરંટ મંજૂર કરાયા બાદ એલસીબી ટીમે આરોપીની અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.