અંજાર: સરહદ ડેરીના પ્લાન્ટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલ યોજાઈ
Anjar, Kutch | Apr 16, 2026 તાજેતરમાં આગની ઘટનાઓ બનવાના ઘણા બધા સમાચારો મળી રહ્યા છે તેવામાં આગમચેતીના ભાગરૂપે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અને શ્રમિકોના અમુલ્ય જીવનને ધ્યાનમાં રાખીને આગની મોકડ્રીલ સરહદ ડેરીના ચાંદરાણી સ્થિત પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે યોજવામાં આવી.આ મોકડ્રીલ સરહદ ડેરીના પર્યાવરણ અને સ્વાસ્થ્ય સેફ્ટી ઓફિસર તથા ફાયર એન્ડ સેફટી ટ્રેનીંગ ઓફિસર ડરવનસિંગ એસ. રાવત, ફાયર ટ્રેનીંગ ઓફિસર ખીમસિંગ પવારની આગેવાનીમાં યોજાઇ હતી.