દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ઓનલાઈન ઠગાઈનો મામલો સામે આવ્યો છે જેમાં એક ૩૪ વર્ષિય યુવકને સોશીયલ મીડીયામા માધ્યમથી એક ઈસમે સંપર્કલ કરી શેરમાર્કેટમાં રોકાણ પર વધુ પ્રોફીટ આપવાની લાલચ આપી ઓનલાઈન મારફતે રૂપીયા ૧૦,૨૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી પ્રોફીટ તેમજ મુળ રકમ પરત ન આપતાં આ સંબંધે ઝાલોદના યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
ઝાલોદ નગરમાં સંતરામપુર રોડ પર આવેલ કુંજ વિહાર સોસાયટીમાં રહેતાં ૩૪ વર્ષિય પ્રિતમકુમાર કાંતુભાઈ સંગાડાને હાર્દિક દોશી નામક ઈસમે પોતાના સોશીયલ મીડીયાના વોટ્સએપ ગ્રૃપમાં એડ કર્યાં હતાં. ત્યાર બાદ પ્રિતમકુમાર સંગાડાને અલગ અલગ મોબાઈલ નંબરથી કોલ કરી શેર માર્કેટમાં રોકાણ પર વધુ પ્રોફીટ આપવાની લાલચ પણ આપી હતી. આ દરમ્યાન ગત તારીખ ૧૮.૦૬.૨૦૨૬થી ૧૪.૦૭.૨૦૨૬ના સમયગાળા દરમ્યાન એક સોશીયલ મીડીયાની એપ્લીકેશનના મારફતે પ્રિતમકુમાર સંગાડાને ઓનલાઈન રૂપીયા ૧૦,૨૦,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યાં હતાં અને
Dohad, Dahod | Aug 28, 2026