અંજાર: ભાજપના ભવ્ય વિજય બદલ રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા અંજારના વિવિધ વિસ્તારોમાં આભાર દર્શન યાત્રા
Anjar, Kutch | May 1, 2026 ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય વિજયને લઈને અંજાર તાલુકામાં રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા આભાર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન અંજાર તાલુકાના ચાંદ્રોડા, ખેડોઈ, નગાવલાડીયા માથક અને સંઘડ મધ્યે જનતા સાથે સીધી મુલાકાત કરી મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આભાર દર્શન યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક લોકો જોડાયા હતા.