ભચાઉ: પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | May 27, 2026 પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભચાઉ પોલીસની ટીમને પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીની બાતમી મળી હતી. જે બાદ ભચાઉ પોલીસે આરોપી વિપુલસિંહ ગોવુંભા જાડેજા રહે ધમડકા વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.