ગાંધીધામ: વ્યાવસાયિક-ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું; કચ્છ મેનેજમેન્ટ એસોસીએશનમાં સીઈઓ પદે જય હેમનાણીની નિમણૂક
કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન (KMA) દ્વારા સંસ્થાના સીઈઓ તરીકે જય હેમનાણી નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી કચ્છના વ્યવસાયિક અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડે જણાવ્યું કે જય હેમનાણી મેનેજમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે લાંબા અનુભવ ધરાવે છે. તેઓએ વિવિધ સંસ્થાઓમાં નેતૃત્વ આપીને મેનેજમેન્ટ અને તાલીમ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.