ગાંધીધામ: આદિપુર સહિત સમગ્ર ગાંધીધામમાં હડતાળને પગલે મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ :ઓનલાઇન દવા વેચાણના વિરોધમાં દેશવ્યાપી હડતાળ
ઓનલાઇન દવા વેચાણ સહિતના વિવિધ પડતર મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ દેશવ્યાપી આંદોલનની વ્યાપક અસર પૂર્વ કચ્છના જોડિયા શહેરો ગાંધીધામ અને આદિપુરમાં જોવા મળી છે, જ્યાં તારીખ 20 મેના રોજ મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ પોતાની દવાની દુકાનો પર તાળાં લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા આખરે સંચાલકોએ આકરો નિર્ણય લીધો છે.