પોર્શે બાદ મસ્ટેંગ અને હવે થાર ઓવરસ્પીડિંગ અને રેશ ડ્રાઇવિંગના કિસ્સા સતત સામે આવી રહ્યા છે.
એશિયા પેસિફિક કોલેજ પાસે GJ01 WA 7755 નંબરની થાર કાર ચાલુ રસ્તા પર બેફામ ઝડપે ઝિગઝેગ કટ મારતી જોવા મળી. વીડિયોમાં કાર રસ્તા પર આગળ વધી રહેલા લોકોની નજીકથી પસાર થતી જોવા મળે છે, જેમાં બે-ત્રણ લોકો અડફેટે આવતા બચી જાય છે.
આટલું કર્યા પછી પણ કારચાલક આગળ જઈને યુ-ટર્ન મારીને ફરી પાછો આવે છે. લોકો વીડિયો ઉતારી રહ્યા હોવા છતાં ડ્રાઇવિંગ ચાલુ રાખે છે. બાદમાં રોષે ભરાયેલા લોકોએ કારને ઘેરીને ડ્રાઇવર પાસે સવાલો કર્યા.
આવી બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરવાથી માત્ર ચાલક જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. રસ્તા કોઈની રેસિંગ ટ્રેક નથી, અને નિયમોનું પાલન કરવું દરેક વાહનચાલકની જવાબદારી છે.
(Thar, Rash Driving, Overspeeding, Asia Pacific College, Road Safety)
#RashDriving #Overspeeding #Thar #RoadSafety #Ahmedabad