અમદાવાદમાં ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતીના આધારે બીજો ભારતીય પાસપોર્ટ મેળવ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત ATSના જણાવ્યા મુજબ શાહીબાગમાં રહેતા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર 40 વર્ષીય હરીકેશ પ્રાણવકુમાર પટેલે પોતાના સાચા સરનામાની જગ્યાએ આગ્રાનું ખોટું સરનામું દર્શાવી પાસપોર્ટ મેળવ્યો હતો. ATSના દાવા મુજબ આ પાસપોર્ટથી આરોપીએ નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને સિંગાપોર સહિતના દેશોની મુસાફરી કરી હતી. અગાઉનો પાસપોર્ટ EDની કાર્યવાહી દરમિયાન કોર્ટમાં જમા હોવા છતાં પાસપોર્ટ ગુમ થયાની ખોટી ફરિયાદ કરાવ્યાનો પણ આરોપ છે. સમગ્ર મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
#GujaratATS #FakePassport #HarikeshPatel #PassportFraud #AhmedabadNews #HumDekhengeNews