જહાંગીરપુરા મોરા ભાગળ નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાં કલર કામ કરતી વખતે આઠમા માળેથી નીચે પટકાતા નાઝીમ સૈયદ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, નાઝીમ છેલ્લા 10 વર્ષથી કલર કામ કરતા હતા. આજે કામ દરમિયાન તેઓ બિલ્ડિંગની બાલ્કનીમાંથી અચાનક નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓને પગલે તેમનું મોત થયું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ, નાઝીમને પત્ની અને ત્રણ સંતાનો છે, જેમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ સાથી કર્મચારી તૌસીફના ફોન દ્વારા પરિવારને થઈ હતી.
પરિવારજનોનો આક્ષેપ છે કે સાઈટ પર કામ દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
Udhna, Surat | Aug 23, 2026